કરાર આધારિત કામગીરી માટે કોર્ડીનેટરની ભરતીનું આયોજન

0
7

ફીકરા વેતન પ્રમાણે ગ્રેજ્યુએટ યુવાનોની ભરતી
સુરત,તા.૨૪

ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ સુરત જિલ્લામાં ૩ તાલીમવર્ગનું આયોજન કરાયું છે. આ તાલીમવર્ગના સમગ્ર સંચાલન અર્થે ૩૦ દિવસના કરાર આધારિત કામગીરી માટે રૂ.૨૦,૦૦૦/-ના ફિક્સ વેતનથી કુલ-૩ કોર્ડીનેટરની નિમણૂક કરવા માટે સંરક્ષણદળ/પોલીસ/તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન કામગીરીના અનુભવી અથવા કોઇપણ પ્રવાહમાં ઓછામાં ઓછી ગ્રેજયુએટની લાયકાત ધરાવતા પુરૂષ ઉમેદવારો અરજીઓ કરી શકે છે. અરજીઓ મદદનીશ નિયામક રોજગારની કચેરી, સી-પ, બહુમાળી બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે તા.૨૮/૦૫/૨૦૧૯ સુધીમાં રૂબરૂમાં આપવાની રહેશે એમ નાયબ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY