મોબાઈલ ટાવર મુકવાના બહાને મહિલા સાથે ૧.૧૪ લાખની ઠગાઈ

0
1

એગ્રીમેન્ટ અને ટેક્સના નામે રૂપિયા પડાવી લેવાયા
સુરત, તા. ૨૩
રિલાયન્સ જીયોનો ટાવર લગાવી ભડાપેટે અડવાન્સમાં રૂપિયા ૪૫ લાખ આપવાની વાત કરી બેગમપુરાની મહિલા સાથે રૂપિયા ૧.૧૪ લાખની ઠગાઈ કરવામાં આવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમપુરા મુંબઈવડમાં રહેતા બિજલબેન પંકજભાઈ દેસાઈએ આરોપી મોબાઈલ ફોન ધારક અને બેન્ક ખાતેદાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી બિલબેનને ફોન કરી ફરિયાદીના મકાન ઉપર રિલાયન્સ જીયોનો ટાવર બગાડવા માટે એડવાન્સ ભાડા પેટે રૂપિયા ૪૫ લાખ આપવાની લાલચ આપી હતી. આ રકમ માટે અલગ – અલગ એગ્રીમેન્ટ અને ટેક્ષના મળી કુલ્લે રૂ. ૧,૧૪,૩૫૦ બેન્કના ખાતા નંબર નખાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY