સુરતમાં સાંજ સુધીમાં પારો ૩૭ ડિગ્રીએ પહોંચશે
સુરત, તા. ૨૩
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહ્ના બાદ આજે સવારથી જ ગરમીમાં નજીવી રાહત મળી રહી છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ શહેરનું અધિકત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી નોંધાયુ હતું. આજે સવારથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. બપોર સુધી શહેરનું તાપમાન ૩૫ ડિગ્રી નોંધાયુ છે જે સાંજ સુધી ૩૭ ડિગ્રી થાય તેવી શક્યતા છે. શહેરમાં સવારથી જ દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાવાની સાથે ગરમી ઘટવાની શરૂઆત થઈ છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૬ ડિગરી અને વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી તાપમાનમાં આંશિક ઘટાડો થતા અસહૃય ગરમી અને ઉકળાટથી નજીવી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીમાં ઘટાડો નોંધાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



