ડીસીબીએ રૂ. ૪.૫૦ લાખના મુદ્દામાલ સાથે બેની ઝડપી પાડયા હતા
સુરત, તા. ૨૩
લીંબાયત વિસ્તારમાં વિદેશી દારૂ મંગાવી તેમાં ડુપ્લીકેટ દારૂ ભેળસેળ કરી ડુપ્લીકેટ સીલ મારી વેચાણ કરનારા બે આરોપીઓ પાસેની રૂ. ૪.૫૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યા બાદ ડીસીબીએ બે બુટલેગરોની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આ ગુનામાં બે બુટલેગરો દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી પૂરી થતા એપીપી કિશોર રેવલિયાના દલીલોને ગ્રાહ્ના રાખી અદાલતે આ બન્ને બુટલેગરોના જામીન ફગાવી દીધા હતા.
આ કેસની વિગતો એવી છે કે લીંબાયત સંજયનગર ખાતે સંદીપ ઉર્ફે સોનુ સીતારામ પાટીલ તથા કમલાકર પવાર રહે છે. તેઅો વિદેશી દારૂ મંગાવી તેમાં ડુપ્લિકેટ દારૂની ભેળસેળ કરી ડુપ્લીકેટ સીલ મારી લોકોને વેચાણ કરી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા. ડીસીબીએ દરોડા પાડી ગત તા. ૧૨/૫/૨૦૧૯ના રોજ સંદીપ પાટીલ તથા ૧૩/૫/૨૦૧૯ ના રોજ કમલાકર પવારની ધરપકડ કરીલાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. ડીસીબીએ રૂ. ૪.૫૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ રૂ. ૨ લાખની બોલેરો ગાડી મળી કુલ્લે રૂ. ૬.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં બન્ïનેï બુટલેગરો દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજી સુનાવણીના અંતે એપીપી કિશોર રેવલિયાની દલીલોની મંજૂર કરી બન્ને આરોપીઓના જામીન ફગાવી દીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




