સુરત દુર્ઘટના : ધોરણ-૧૦ની સ્ટુડન્ટે સમયસૂચકતાથી બીજાના જીવ બચાવ્યા

0
23

સુરત,તા.૨૫
સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાના કારણે ૨૩નાં મોત થયા છે. જ્યારે આગ લાગી તો કોચિંગ સેન્ટરમાં ક્લાસીસ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ધોરણ-૧૦ની એક વિદ્યાર્થિનીએ સમયસૂચકતા વાપરીને અન્ય બાળકોની મદદ કરતાં ટીચરની સાથે સુરક્ષિત બહાર આવી.
ધોરણ-૧૦ની વિદ્યાર્થિની ઉર્મી હરસુખભાઈ વેકરાઈએ કહ્યું કે મેં અહીં ત્રણ દિવસ પહેલા જ ડ્રોઇંગ ક્લાસીસ જોઇન કર્યા હતા. જ્યારે ભાર્ગવ સર ક્લાસમાં ભણાવી રહ્યા હતા તે સમયે લગભગ ૮ઃ૩૦ વાગ્યે છોકરા-છોકરીઓ ઉપસ્થિત હતા. અચાનક જ ક્લાસમાં ધુમાડો ભરાઈ ગયો. શરૂઆતમાં અમને લાગ્યું કે કોઈએ કાગળ સળગાવ્યો હશે. થોડીવારમાં અમને ખબર પડી કે આગ લાગી ગઈ છે અને દરેક પરેશાન થઈને કૂદવા લાગ્યા.
ઉર્મીએ કહ્યું કે, તે અને તેની સાથે એક છોકરીએ બાકી બધાને સમજાવ્યા કે શાંતિ રાખે. અમે અમારા ટીચરને જોયા કે તેઓ બારીથી નીચે જઈ રહ્યા હતા. તેમની પર વિશ્વાસ મૂકી હું પણ આગળ વધી. મારી સાથે સરે તે છોકરીઓની મદદ કરી. અમે ફાયર બ્રિગેડની સીડીની મદદથી સુરક્ષિત જમીન પર પહોંચી ગઈ. આ રીતે સરે અને બાકી બાળકોએ પણ મદદ કરી. અંતે ભાર્ગવ સર આવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY