રંગમંચ પરથી શાળાના બાળકો વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે
સુરત, તા.૧
લાયન્સ ઉમરા પીપલોદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શારદાયતન શાળા દ્વારા સ્કૂલ સંચાલક મંડળ, શિક્ષકો, વિદ્યાર્થીઓ વચ્ચે સ્નેહ સેતુના નમ્ર પ્રયાસ રૂપે તા. ૫/૧/૨૦૧૯ શનિવારે સાંજે ૫ઃ૩૦ કલાકે પીપલોદ સ્થિત શારદાયતન સ્કૂલની પાછળ પ્રગતિ મેદાનમાં સૂર-તાલના સથવારે સંધ્યાના રંગોના અજવાળે ભવ્ય સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શાળાના વિદ્યાર્થીઓમાં પાંગરતી સાંસ્કૃતિક કળાને ઉજાગર કરવા રંગમંચ પરથી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓની રજૂઆત કરાશે.
સૂરમયી સંગીત સંધ્યા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કુલપતિ શ્રી ડો. દક્ષેશભાઈ ઠાકર તેમજ અતિથિવિશેષ પદે પી. પી. સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણી ઉપસ્થિત રહેશે. સંગીત સંધ્યાના અવસરે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ પરિવાર, શાળા સંચાલક મંડળ તથા આમંત્રિતો માટે સુરુચિ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં હાજરી આપવા શારદાયતન શાળા પરિવાર તરફથી સર્વે આમંત્રિત મહાનુભાવોને નમ્રવિનંતી કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



