ગેસ લાઈન તૂટતા ગોડાદરા-લીંબાયતના હજારો લોકોની નવા વર્ષની સવાર બગડી

0
19

મુખ્ય ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ૨૦ હજારથી વધુ ઘરોમાં ગેસનો પુરવઠો બંધ : ગેસના ચુલા નહીં સળગતા નવા વર્ષની સવારે ગૃહિણીઓનો કકળાટ
સુરત, તા.૧
આજે વહેલી સવારથી જ લીંબાયત વિસ્તારમાં આવેલ ગુજરાત ગેસ કંપનીના રેસીડેન્ટ કસ્ટમરોને સપ્લાય બંધ કરવામાં આવતા નવા વર્ષના પ્રથમ દિવસે જ હજારો પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી.
લીંબાયતના મીઠીખાડી વિસ્તારમાં ગુજરાત ગેસની મુખ્ય લાઈનમાં આજે સવારે ધડાકાભેર ભંગાણ સર્જાયું હતું. ગેસ કંપનીના અધિકારી ઓ દ્વારા તાત્કાલિત સમગ્ર લીંબાયત વિસ્તારમાં ગેસ સપલાય બંધ કરી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે જ લીંબાયત વિસ્તારમાં ગુજરાત ગેસના રેસીડેન્ટ ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. સવારના સમયે ઠંડીના વાતાવરણમાં કિચનમાં ગેસ સપ્લાય બંધ થતા ગૃહિણીઓને ભારે મુશ્કેલી નડી હતી. સવારના સમયે નોકરી ધંધાર્થે જનારાઅોને ચા, નાસ્તો અને ટીફીન વગર જ જવાની ફરજ પડી હતી. સવારના સમયે સ્કૂલે જનારા વિદ્યાર્થીઅો ન્હાયા વગર જ સ્કૂલમાં ગયા હતા. ગેસ સપ્લાય અંગે ગુજરાત ગેસ કંપનીના કસ્ટમર કેર સર્વિસ સેન્ટર પર સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ગુજરાત ગેસ કંપનીના અધિકારીનો મોબાઈલ પર સંપર્ક કરતા તેમને જણાવ્યું કે મીઠીખાડી પાસે મુખ્ય લાઈનમાં ભંગાણ થયું હોવાથી પરવત પાટીયાથી લીંબાયત સુધીના વિસ્તારમાં આશરે વીસેક હજાર જેટલા ગ્રાહકોને અસર થઈ છે. ગેસ કંપનીના અધિકારી દ્વારા વધઉમાં જણાવ્યું છે કે મીઠીખાડી કૈલાશનગર પાસે ખાડીની અંદર સાડા ચાર મીટર નીચે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈન નાંખેલી છે. મહાનગરપાલિકા દ્વારા ખાડી કિનારે રસ્તો બનાવવા પાળો બાંધવાની કામગીરી દરમ્યાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હોવાથી મોડીï રાતથી જ ગેસ સપ્લાય બંધ છે. આજે સવારે લીંબાયત પરવત પાટીયા, ગોડાદરા વિસ્તારના લોકોએ ગેસ ચાલુ કર્યો ત્યારે તેઓને ગેસ લાઈન બંધ હોવાની જાણ થઈ.
ગુજરાત ગેસ કંપનીના અધિકારીએ વધુમાં જણાવ્યું કે ૩૦ થી ૪૦ લોકોની ટીમ મીઠીખાડીમાં જ્યા ભંગાણ સર્જાયું છે ત્યાં ગેસ પાઈપનો રૂટ શિફ્ટીંગનું કરી રહ્ના છે. આજે મોડી રાત સુધી કામગીરી પૂર્ણ થશે અને ગેસ સપ્લાય ચાલુ કરવામાં આવશે.
લીંબાયત, પરવત પાટીયા, ગોડાદરા વિસ્તારમાં આવેલ આશરે વીસેક હજાર જેટલા ઘરેલુ કનેકશનમાં ગેસ સપ્લાય બંધ થવાની સાથે જ ગૃહિણીઓએ કકળાટ કર્યો હતો. આજે મોડી રાત સુધી ગેસ સપ્લાય ચાલુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY