પ્રત્યેક મૃતકોના પરિવારોને રૂ.૨૫ લાખની સહાય ચૂકવવા માંગ
સુરત, તા.૨૭
વરાછા રોડ પર સરથાણામાં આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલ આગની કરૂણાંતિકામાં મરણ પામેલ બાળકો માટે એસયુસીઆઈ પાર્ટી સુરત જિલ્લા સેક્રેટરી સત્યેન્દ્રસિંહના નેતૃત્વમાં ચોક ખાતે એક શોકાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતકો માટે રૂ.૨૫,૦૦,૦૦૦ વળતર આપો, જવાબદાર અધિકારીઓને કડક સજા અને આવી ઘટનાનું પુનરાવર્તન ક્યારેય નહીં ક્યાંય નહીં જેવી માંગણીઓ વાળા પ્લેકાર્ડ સાથે એક પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં રામમુરત મૌર્ય, પ્રયાગરાજ મૌર્ય, નવલ ઝા અને મહિલા સાંસ્કૃતિક સંગઠન તરફથી મનોરમા સિંહ, ગીતા શુકલા આગેવાનો જાડાયા હતા. વગેરે મોટી સંખ્યામાં આપણા દેશમાં રોજેરોજ ૫૯ વ્યક્તિઓ આગને કારણે મૃત્યુ પામે છે. આ આંકડો આતંકવાદ કે અન્ય ગુનામાં મરતા લોકો કરતા પણ મોટો છે. ત્યારે પાર્ટી તરફથી એક આવેદનપત્ર મુખ્યમંત્રીની ગુજરાત રાજ્યને વિવિધ માંગણી કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



