તા.૫’મી જૂને જાહેર રજા અને તા.૬ જૂને કચેરીઓ ચાલુ રહેશે

0
7

સુરત, તા.૨૮
સુરત મહાનગરપાલિકાની તમામ કચેરીઓ તથા શાળા બોર્ડની કચેરીમાં તા.૫-૬-૨૦૧૯, બુધવારના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવે છે. તેના બદલામાં તા.૬-૬-૨૦૧૯, ગુરૂવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવી છે.
આ રજાના સમય દરમ્યાન ખાસ આવશ્યક સેવાઓ જેવી કે, પાણી વિભાગ, ડ્રેનેજ વિભાગ, સેનીટેસન વિબાગ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ તથા વોચ એન્ડ વોર્ડ વિભાગ જેવા વિભાગોની કામગીરી ચાલુ રહેશે. જ્યારે અન્ય ખાતા-વિભાગોનું કામકાજ સંપૂર્ણ બંધ રહેશે.
વધુમાં તા.૬-૬-૨૦૧૯, ગુરૂવારના રોજ સુરત મહાનગરપાલિકાની તથા શાળા બોર્ડની કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY