બડેખાં ચકલા અને નાનપુરામાં કન્ટેનર ફ્રી કન્સેપ્ટ નિષ્ફળ : ઠેર ઠેર કચરાના ઢગલા

0
36

માજી કોર્પોરેટર ઈકબાલ પટેલ દ્વારા મ્યુનિ. કમિ.ને ફરિયાદ
સુરત, તા.૨૮
આરોગ્ય કામગીરીમાં તકેદારી તથા કાળજી રાખવા બાબતે માજ કોર્પોરેટર ઈકબાલભાઈ પટેલે મનપા કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુરત શહેરને કન્ટેનર મુક્ત સુરત બનાવવા અંગેનો આપનો નિર્ણય આવકારદાયક છે અને આપનો સદર નિર્ણય સુરત શહેરના ઘણાં વિસ્તારોમાં મહદઅંશે સફળ થયેલ છે પરંતુ વોર્ડ નં.૧નો વિસ્તાર બડેખાં ચકલા તથા નાનપુરામાં આની યોગ્ય સફળતા જણાતી નથી.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ તરફથી કન્ટેનર મુક્ત સુરતનો કન્સેપ્ટની જાણ મને અને મારા કાર્યકરોને કરવામાં આવી તો તે અંગે અમારા તરફથી તમામ સાથ સહકાર આપવામાં આવેલ પરંતુ ત્યારબાદ આરોગ્ય વિભાગની પુરતી કાળજી ન લેવાને લઈ બડેખાં ચકલા તથા નાનપુરા વિસ્તારમાં વધુ પ્રમાણમાં ગંદકી જણાઈ આવેલ છે.
બડેખાં ચકલા વિસ્તારમાં સુરત શહેરનું પ્રસિદ્ધ હઝરત ખ્વાજાદાના સાહેબની દરગાહ આવેલ છે. જ્યાં રોજેરોજ હજારોની સંખ્યામાં સુરત શહેર તથા જિલ્લામાંથી અને ગુજરાતના અન્ય સ્થળોએ હજારોની સંખ્યામાં દર્શનાથી મુલાકાત લેતા હોય છે આ દરગાહના જવાના માર્ગ પર પશુ દવાખાનાની સામે કન્ટેનર સ્પોટ હતું જે કન્ટેનર ઉપાડી લેવામાં આવેલ છે. પરંતુ કન્ટેનરની આજુબાજુના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરી ૧૦૦ ટકા ન થતી હોવાને લઈ સ્થાનિક રહીશો, રાહદારીઓ, વાહન માલિકો તરફથી દુકાનદારો લારી ગલ્લાવાળા કન્ટેનર સ્પોર્ટ પર કચરો નાંખતા હોવાનું માલુમ પડેલ છે. તદ્ઉપરાંત સફાઈ કામદારો પણ આ જગ્યાએ કચરો એકત્રિત થાય છે આ કચરો સમગ્ર માર્ગ પર ફેલાય છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે આ જગ્યાએ નિયમિત રીતે ટ્રેક્ટર મુકવામાં આવતું નથી અને ઘણીવાર મુકવામાં આવે તો અપૂરતા મજુરો સાથે મુકે છે. જેથી સંતોષકારક કામગીરી થતી નથી મારૂં અંગત રીતે માનવું છે કે, બડેખાં ચકલા, હીજડાવાડ, પખાલીવાડ, ગોપીપુરા વિસ્તારમાં ડોર ટુ ડોરની કામગીરી અસરકારક કરાવવામાં આવે અને ૧૦૦ ટકા તમામ વિસ્તાર કરવામાં આવે અને સાથે સાથે આ સ્પોટ પર વોચ ગોઠવવામાં આવે તો આ સ્પોટ કાયમ માટે નાબુદ થાય તેમ છે તેમજ શહેરના ઘણાં સ્પોટો સંપૂર્મ નાબુદ થયેલ છે અને ત્યાં વિપુલ કચરો પડતો નથી તે રીતે આ સ્પોટ માટે પ્રમાણિકતા કામગીરી કરવામાં આવે તો નાબુદ કરી શકાય તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY