સુરત,તા.૨૯
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેટમાં દુર્ઘટના બાદ સફાળા જાગેલા મહાનગર પાલિકાના તંત્રએ ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝિંકવાની કામગીરી ચાલુ કરી છે.
લોર કચ્છના બીજા દિવસથી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરી પાંચમા દિવસે પણ યથાવત રહી છે. સુરત મહાનગરપાલિકાની ૩૭ ટીમ બનાવીને ૭૬ જગ્યાએ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન હાથ ધરાયું છે. દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ ભોગ બન્યા હોવાથી સુરત પાલિકાના તમામ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી સંસ્થા સામે કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પિટલમાં પણ ગેરકાયદેસર બાંધકામ તથા ફાયરસેફ્ટી સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગત શુક્રવારે દુર્ઘટના બની હતી ત્યારબાદ શનિવારથી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા તથા સીલ કરવાની કામગીરી બુધવારે પણ ચાલુ જાવા મળી.
સુરત પાલિકાના કમિશનરે કોઈપણ સંજાગોમાં ટેરેસ પર ડોમ બનાવી થતી ધંધાકીય પ્રવૃત્તિ રોકવા માટે આદેશ આપી દીધા છે. જેના કારણે પાલિકાના તમામ આઠ ઝોનના કર્મચારીઓ ટેરેસ પરના બાંધકામ દૂર કરવાની કામગીરી સતત કરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટેરેસ કવર કરીને થયેલા બાંધકામની સંખ્યા એટલી બધી છે કે પાલિકાનો સ્ટાફ આ બાંધકામ દૂર કરવાની કામગીરીથી હાંફી જાય તેમ છે. જોકે પાલિકા વિસ્તારના આદેશના કારણે સતત આ કામગીરી ચાલે છે. હવે તો કેટલીક જગ્યાએ ટેરેસ પર ડોમ બનાવનારે જાતે જ ઉતારવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



