ભરૂચના વાતાવરણમાં ગાઢ ધુમ્મસથી પ્રજાને હાલાકી

0
99

ભરૂચ:

ભરૂચમાં આજરોજ સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં સવાર થી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે સવારે 10 વાગ્યા સુધી વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી. જેથી અચાનક જ વાતાવરણમાં આવેલ પરિવર્તનથી લોકોમાં કુતુહલ સર્જાર્યું હતું કે હવે શિયાળાની ઋતુ પરિવર્તન આવી રહ્યું છે ત્યારે આવા ગાઢ ધુમ્મસ આવવાનું શું કારણ હોઈ શકે? સાથે જ લોક મુખે ચર્ચા ચાલી હતી કે આ ધુમ્મસ છે કે આજુબાજુ આવેલ ઔદ્યોગિક વસાહતના ધુમાડા?
જોકે આ વાતાવરણથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા જેથી પાક પર જીવાતો આવવાનો ભય પણ સતાવી રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY