અમલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા દેગામીને એવોર્ડ અર્પણ કરાયો
સુરત, તા.૧
અત્રે સુરત ખાતે શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતાની અનિવાર્યતા એ વિષય પર યોજાયેલા શૈક્ષણિક સેમિનાર પ્રસંગે સુરતની કડીવાળા બુન્કી સાર્વજનિક સ્કૂલના આચાર્ય અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રાથમિક શાળા વિભાગના મંત્રી સિદ્ધાર્થભાઈ દેગામીને શૈક્ષણિક ક્ષેત્રે તેમણે બજાવેલી અદ્વિતીય કામગીરીને અને બાળકોના ઉત્થાન માટે તેમણે કરેલા મહત્વપૂર્ણ કાર્યોને ધ્યાનમાં લઈ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ તરફથી રાજ્યકક્ષાનો સારસ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
તસ્વીરમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદના પ્રમુખ ગુતરાત રાજ્ય પ્રૌઢ શિક્ષણ સંઘ, અમદાવાદના પ્રમુખ ડૉ. મફતલાલ પટેલના શુભ હસ્તે આચાર્ય સિદ્ધાર્થભાઈ દેગામીને રાજ્યકક્ષાનો સારસ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવી રહ્ના છે. બાજુમાં જાણીતા રચનાત્મક કાર્યકર અને ગુજરાત હિતરક્ષક સભા, અમદાવાદના પ્રમુખ ડૉ. અતુલભાઈ પાઠકજ ઉભેલા નજરે પડે છે. અત્રે એ નોંધનીય છે કે આચાર્ય સિદ્ધાર્થભાઈ દેગામી સત્યશોધક સભા સુરતના પ્રમુખ પણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



