પાંડેસરામાં લગ્ન પ્રસંગમાં વિજ કરંટ લાગતા ૯ વર્ષીય બાળાનું મોત

0
3

સુરત, તા.૫

પાંડેસરામાં ગત રોજ લગ્ન પ્રસંગમાં કરંટ લાગતા એક ૯ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. કરંટ લાગ્યા બાદ બેભાન થઈ ગયેલી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં આવેલા આંબેડકર આવાસમાં પ્રિયંકા શ્યાવધર્મા ખેરનાર(ઉ.વ.૯) પરિવાર સાથે રહેતી હતી. અને ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી. આવાસમાં નજીકમાં રહેતા યુવકના લગ્નપ્રસંગમાં ગત રોજ રાત્રે પીઠીની વિધી ચાલી રહી હતી. દરમિયાન પ્રિયંકા અને અન્ય પાંચ બાળકો રમી રહ્યા હતા. અને લાઈટીંગ ફોક્સ લગાવવામાં આવેલા લોખંડના પોલને સ્પર્શ કરતા તમામને કરંટ લાગ્યો હતો. જેમાં પ્રિયંકા બેભાન થઈ ગઈ હતી. જ્યારે અન્યને કંઈ થયું ન હતું. જેથી પરિવાર પ્રિયંકાને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયું હતું. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે, પરિવાર તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. જ્યાં પણ તબીબોએ મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવાર ઘરે ચાલી ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ બાળકીના ઘરે પહોંચી હતી. અને પરિવારને પોસ્ટમોર્ટમ કરવા માટે સમજાવ્યા હતા.
હાલ બાળકીનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બાળકીના મામા પ્રકાશ સન્યાસીએ જણાવ્યું હતું કે, આવાસમાં લગ્ન પ્રસંગ છે. કાલે પીઠીની વિધી થઈ હતી. અને આજે લગ્ન થવાના છે. લગ્નપ્રસંદમાં મંડપવાળાએ લાઈટ ફિટીંગ કર્યું હતું. જેમાં ગેરકાયદે વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું. અને લોખંડાના પોલ પર લાઈટીંગ ફોક્સ લગાવવામાં આવ્યા હતા. આ પોલના સંપર્કમાં છ જેટલા બાળકો આવી જતા કરંટ લાગ્યો હતો. જેમાં પ્રિયંકાનું મોત નીપજ્યું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર બાળકીને લઈને પહોંચ્યું હતું. દરમિયાન ભેસ્તાન સ્કૂલમાંથી શિક્ષકનો ફોન આવ્યો હતો. અને કહ્યું હતું કે, તમારી દીકરી પ્રિયંકા સ્કૂલે આવી નથી. આ સાંભળી પરિવાર રડી પડ્‌યું હતું. અને શિક્ષકે જણાવ્યું હતું કે, પ્રિયંકા હવે હંમેશ માટે નહીં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY