વ્યારા, તા.૫
આગામી તા. ૦૭મી, જૂનના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઇ પોલીસ સ્ટેશનની હદમાં આવતા શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં વ્યારા વન વિભાગના અધિકારી/જવાનોની વાર્ષિક ફાયરિંગ પ્રેકટીશ યોજાશે. જે અંતર્ગત આ વિસ્તારની હદમાં તથા આજુબાજુ રહેતા પ્રજાજનોની સલામતિ ખાતર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાં જણાવ્યા અનુસાર આગામી તા. ૦૭મી, જૂનના રોજ સોનગઢ તાલુકાના શેરૂલાના ફાયરિંગ બટ વિસ્તારમાં ફાયરિંગ પ્રેકટીશનો કાર્યક્રમ રાખેલ છે. સદરહુ વિસ્તારની આજુબાજુ રહેતા તથા બહારના કોઇ પણ અનધિકૃત વ્યક્તિઓ તેમજ ઢોર-ઢાંખર ચરાવવા આવતા વ્યક્તિઓને ફાયરિંગ બટ આજુબાજુના ૧૦૦૦ મીટર વિસ્તારમાં પ્રવેશ કરવો નહિં. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



