સુરત,તા.૫
સમગ્ર દેશ અને દુનિયા જ્યારે ઈદનો પવિત્ર તહેવાર ઉજવી રહ્યુ હતું, ત્યારે સુરતના મુસ્લિમ બિરાદરોએ આ ઈદ તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ૨૨ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઈદનો તહેવાર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ પાઠવે છે. સુરતના રાંદેર વિસ્તારમાં નમાજ અદા કર્યાની સાથે સરથાણા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર ૨૨ માસુમોને મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથોસાથ દોષીઓને સજા થાય તેવા બેનરો પણ લાગ્યા હતા.સુરતમાં તક્ષશિલાના ૨૨ મૃતકોને શ્રદ્ધાંજલી સાથે ઈદની ઉજવણી રમજાન મહિનાનો ઈદનો ચાંદ દેખાતા મુસ્લિમ સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. ઈદની નમાજ પહેલા જકાત-ઉલ-ફિત્ર એઠલે કે દાન આપવામાં આવે છે. આખા મહિનાના ઉપવાસ પૂર્ણ થતાં ઈદના દિેન વિભિન્ન વ્યંજનોનું ભોજન અને પરંપરાગત પરિધાન સાથે મુસ્લિમ બિરાદરો શ્રદ્ધા અને ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે.
સુરતના રાંદેર વિસ્તારમાં ઈદના ખાસ દિવસે ઠેર-ઠેર બેનર જાવા મળ્યા હતા. જેમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડની ઘટના બની તેમાં દોષીઓને સજા થાય તેમજ ઘટનામાં મૃત્ય પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




