અંબાજી,તા.૫
અંબાજી વિસ્તારના ગબ્બર પાછળના જંગલ બાલારામ અભિયારણ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અહીં વનવિભાગ દ્વારા દર વર્ષે હજારો વૃક્ષોને નર્સરીમાં તૈયાર કરી જંગલમાં રોપ કરવામાં આવે છે, છતાં પણ આજે ગબ્બર પાછળના જંગલ વિસ્તારમાં જંગલો વેરાન બની ગયા છે.
જંગલ વિભાગ દ્વારા દરવર્ષે લખો રૂપિયા નો ખર્ચ કરી જંગલ ને જીવંત રાખવાના પ્રયાસો કરાય છે, એટલું જ નહીં જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પણ અહીં ચોંકાવનાર દ્ર્ષ્યો જાવા મળ્યા અનેક નાનામોટા વૃક્ષો કાપેલી હાલતમાં મળી આવ્યા, તો કિયાક તાજા વૃક્ષો પણ કાપેલા પડેલા જાવા મળ્યા. લોકો જંગલ વિભાગ ના કર્મચારીઓ ની આખ માં ધૂળ નાખી આ વૃક્ષો નું નિકંદન કાઢી નાખે છે ને સમય સુચકતા જાઈને તે કાપેલા વૃક્ષોને ઉપાડી જતા હોય છે, જોકે જંગલ વિભાગના એક ફોરેસ્ટર જે. એલ. પટણી સાથે વાતચીત કરતા તેમને જંગલને જીવંત રાખવાની અનેક વાતો કરી જ્યાં જંગલમાં કોઈ અનધિકૃત પ્રવેસી જાયે તો તેમની સામે કાર્યવાહી પણ કરવાની વાત કરી હતી.
આજે આ ભેંકાર ભાસતા જંગલો માત્ર ડુંગરાજ દેખાઈ રહ્યા છે તે ના દેખાત ને હાલના જંગલ જાતા પર્યાવરણની કચાસ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




