બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવતા વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન શરૂ કરાયું

0
7

સુરત,તા.૬
સુરત જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં જે વિરોધ થઇ રહ્યો છે. એ વિરોધ વચ્ચે પ્રોજેક્ટ સર્વેની કામગીરી કરનારા વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું શરૂ કર્યું છે જેમાં એક જગ્યાથી બીજી જગ્યાએ રોપણી શરૂ કરી છે.
બુલેટ ટ્રેનને લઈને જમીનો સંપાદન થઇ રહી છે. આ જમીન સંપાદન થવાની સાથે જમીનમાં વાવેતર વૃક્ષોનો પણ સર્વે થઇ રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોને કેટલું નુકસાન થાય તેની પણ જાણકારી મેળવી રહ્યા છે તો બીજી તરફ જમીન સંપાદનની સાથે-સાથે ખેતરમાં વાવેતર વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન શરૂ કરી દીધું છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના છેવાડાના કછોલી ગામે જેસીબીની મદદથી આંબાના ઝાડનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વિદેશમાંથી અત્યાધુનિક મશીનો લાવવામાં આવશે અને તે મશીનોની મદદથી વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરાશે આને કારણે ખેડૂતોને પણ ફાયદો થશે અને વૃક્ષોની જાળવણી પણ થશે.
હાલમાં બુલેટ ટ્રેનમાં જેટલી પણ જમીનો જવાની છે. કેટલા વૃક્ષો કાઢી નાખવા પડે એવા છે એનો સર્વે થઇ રહ્યો છે અને સર્વે બાદ જ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની જરૂર પડશે તે તમામને કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY