ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટથી ખેત મજૂરનું મોત

0
3

મોરબી,તા.૬
મોરબીના ટંકારાના વાછકપર બેડી ગામમાં વાડીમાં ૨૧ વર્ષીય યુવક નૈનસિંગ પુરજાભાઇ શીંગોળા કામ કરી રહ્યો હતો. ત્યારે તે પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયો હતો. જેથી તેને વીજ કરંટ લાગ્યોહ તો. જેના કારણે તે બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથધરી હતી.
બીજા બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ઝેડ વીટ્રીફાઇડ નામનું સીરામીક યુનિટ આવેલું છે. જેમાં રવીના અનિલભાઇ સીસોદીયા નામની દોઢ વર્ષની બાળકી રમી રહી હતી. રવીના રમતા રમતા સિરામીક યુનિટમાં પડી ગઇ હતી. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. જાકે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સીરામીક યુનિટોમા અવાર નવાર આવી ઘટનાઓ બનતી રહે છે. મજૂરો અને તેના બાળકોના મોત થતા રહે છે. સીરામીક યુનિટો લેબર કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરેતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY