સુરત, તા.૭
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પ્રરિક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (નીટ)- ૨૦૧૯ના પરિણામોમાં એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. એલેનના નલિન એ સમગ્ર ભારતમાં રેન્ક-૧ પ્રાપ્ત હાંસલ કરીને ટોપ કર્યું છે. તેની સાથે જ ટોપ-૧૦ની રેન્કમાં એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ૮ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
સંસ્થાના ડિરેક્ટર બ્રિજેશ માહેશ્વરીએ જણાવ્યું કે, એલેન છે તો બધુ જ શક્ય છે. અહીંયાના વિદ્યાર્થીઓએ એક વાર ફરી શ્રેષ્ઠત્તા સાબિત કરીને સમગ્ર દેશમાં સૌથી સર્વશ્રેષ્ઠ પરિણામ આપ્યું છે. બે વર્ષથી ક્લાસરૂપ કોચિંગ સ્ટુડન્સ સિકરના રહેવાસી નલિન ખંડેલવાલે સમગ્ર ભારતભરમાં ટોપ કર્યું છે. નલિન એ ૭૦૧ પોઇન્ટ પ્રાપ્ત કરીને આ કીર્તિમાન હાંસલ કર્યું છે. નલિનની નીટમાં સમગ્ર ભારતમાં રેન્ક-૧ની સાથે ધોરણ ૧૦માં ૯૨ ટકા અને ધોરણ ૧૨માં ૯૫.૮ ટકા હાંસલ કરવાની પણ ઉપલબ્ધિ રહી છે. નલિનના મોટા ભાઇ નિહિત પણ એલેનના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને વર્તમાનમાં જોધપુર મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી રહ્યાં છે.
માહેશ્વરીએ જણાવ્યું કે રેન્ક-૨ ઉપર દિલ્હીના ભાવિક બંસલ, રેન્ક-૪ ઉપર ફરીદાબાદના સ્વાસ્તિક ભાટિયા, રેન્ક-૫ ઉપર મેરઠના અનંત જૈન, રેન્ક-૬ ઉપર નાસિકના સાર્થક રાધવેન્દ્ર ભાટ, રેન્ક-૮ ઉપર લખનઉના ધુરવ કુશવાહ, રેન્ક-૯ ઉપર દહેરાદુનના મિહિર રાય તથા રેન્ક-૧૦ ઉપર હોશંગાબાદના રાધવ દુબેએ કબજો જમાવ્યો છે.
પરિણામ જાહેર થવાની સાથેજ એલેનમાં ખુશીઓનો માહોલ બનાવાની સાથે ઢોલ વાગવા લાગ્યા હતા. અહીંયા એક બીજાનું મીઠાઇથી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું તેમજ ઢોલની થાપ ઉપર આનંદ-હર્ષ સાથે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ એક સાથે ઝૂમી ઉઠ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




