દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધુ : નવસારીમાં ૭ ડિગ્રી તાપમાન

0
23

સમગ્ર રાજ્યમાં નવસારીમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું : વલસાડમાં ૧૧ અને સુરત ૧૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૨
જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે કાતિલ ઠંડીનું મોજુ ફરી વધ્યું છે. ઉત્તર દિશાથી ફૂંકાતી શીતલેહરની અસર રાજ્યના તમામ જિલ્લામાં થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધતા નવસારીમાં ન્યુનત્તમ તાપમાન ૭ ડિગ્રી નોંધાયું છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી તેમજ ન્યુનત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૯.૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્ના છે સુરત શહેરમાં ગતરોજની સરખામણીએ આજે બે ડિગ્રી તાપમાન વધ્યું છે. તેમ છતાં મળસ્કે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ઠંડીનો ચમકારો ૭ ડિગ્રી નોંધાયો છે. ગતરોજ ન્યુનત્તમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું. ગતરોજની સરખામણીએ ૧ ડિગ્રી તાપમાન ઘટવાની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નવસારીમાં નોંધાઈ છે. રાજ્યમાં ગાંધીનગર ખાતે ૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નવસારીમાં ૭ ડિગ્રી નોંધાયું છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૧. ૧ ડિગ્રી નોîધાયું છે. ગતરોજની સરખામણીએ આજે વલસાડમાં તાપમાન યથાવત છે. ઉત્તર દિશાની હવાના લીધે ઠંડીનો ચમકારો વધ્્યો છે. આગામી બે ત્રણ દિવસ બાદ ઠંડી ઘટે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY