સુરત આગકાંડઃ જવાબદાર બિલ્ડરનો કેસ નહી લડવા વકીલ મંડળને આવેદન

0
5

સુરત,તા.૭
સરથાણા તક્ષશિલા આગ હોનારત કેસમાં સંડોવાયેલા સુરત મહાનગર પાલિકા દક્ષિણ ગુજરાત વીજ કંપની તથા ફાયર વિભાગના જવાબદાર છતાં બે જવાબદાર અધિકારીઓ તથા તક્ષશિલાના બેદરકાર બિલ્ડરના કેસ નહીં લડવા માટે વરાછાના યુવાનોએ સુરત જિલ્લા વકીલ મંડળને આવેદનપત્ર આપ્યું છે.
જેમાં જણાવ્યા મુજબ તક્ષશિલા કાંડમાં સમાયેલા ૨૩ જેટલા માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો છે. જે માટે બેદરકારી દાખવનાર તમામ આરોપીઓને કાનૂની બચાવ માટે સુરતના વકીલોને કાનૂની સેવા નો લાભ નહીં આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. વરાછાના જાગૃત નાગરિકો તથા યુવાનોએ સુરતના વકીલોને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વકીલોએ પણ આ ઘટના સંદર્ભેપોતાનો રોષ વ્યક્ત કરીને સુરત જિલ્લા કલેકટર તથા સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી આ દુઃખની ઘડીમાં સાથે રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY