સુરત : કસ્ટોડિયલ ડેથ મામલે ૧૦ દિવસ બાદ પણ ૮ પોલીસકર્મીઓ ફરાર

0
10

સુરત,તા.૯
સુરતમાં આરોપી ઓમપ્રકાશના કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસે સિવિલ હોસ્પિટલના સીસીટીવી લીધા છે. પોલીસે દસ્તાવેજ અને પુરાવા પણ મેળવ્યા છે. આ મામલે ૮ પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ છે. માર મારનાર ૮ પોલીસકર્મીઓ હજી પણ ફરાર છે.
મહત્વનુ છે કે, ઓમપ્રકાશને પોલીસકર્મીઓ ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ ઓમપ્રકાશને માર માર્યો હતો. આ મામલે પોલીસ ઈન્સપેક્ટર મોહન ખીલેરી સહિત આઠ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાને ૧૦ દિવસ થયા બાદ પણ હજી સુધી આરોપીઓ ફરાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY