૨ બાળકના પિતાને પ્રેમિકાના પરિવારજનોએ જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાઈરલ

0
37

સુરત,તા.૯
સંઘપ્રદેશ સેલવાસમાં બોનતા ગામમાં લગ્નેતર સબંધમાં અને ૨ બાળકના પિતા અને યુવતી બાઈક પર જતા યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં યુવતીના પરિવારજનો દ્વારા જાહેર રસ્તા પર યુવકને લાકડાથી ફટકાર્યો હતો.
૨ સંતાનના પિતા અને અપરણિત પ્રેમિકા સાથે બાઈક પર જતા હતા. દરમિયાન બોનતા ગામ નજીક અચાનક પ્રેમિકાના પરિવારજનો આવી ચડતા પ્રેમીને જાહેર રસ્તા પર માર માર્યો હતો. સમગ્ર ઘટનામાં યુવતીની સગાઈ થઇ ગઈ હોય જેને લઈને પ્રેમી દ્વારા યુવતીના મંગેતરને રાત્રિ દરમિયાન ફોન કરી યુવતી વિષે ગમેતેમ બોલી સગાઈ તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. જેને લઈને યુવતીના પરિવારજનોએ યુવકને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાકે, યુવક ન સમજતા યુવતી સાથે બાઈક પર ફરવા જતા પરિવારજનોએ બંનેને ઝડપી પાડ્યા હતા. અને યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને નાનકડા પ્રદેશમાં આ વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY