નકલી ડોમીસાઈલ સર્ટીફિકેટ કેસમાં વધુ બે આરોપીઓના જામીન મંજૂર

0
6

હાઈકોર્ટે આરોપીને જામીન આપતા અન્ય આરોપીઓને પેરીટીનો લાભ
સુરત, તા. ૨
મેડિકલ ફેકલ્ટીમાં જનારા વિદ્યાર્થીઓ પાસેથી બોગસ ડોમીસાઈલ સર્ટીફિકેટ બનાવી આપી લાખ્ખો રૂપિયા હડપ કરી લેવાનો એક કિસ્સામાં પુણા પોલીસ મથકેમાં આરોપીનો સામનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓની જામીન અરજી કોર્ટમાં ચાલી જતા અદાલતે તેઅોને કેટલીક શરતોને આધીન જામીન મુકત કર્યા હોવાનું પીએસઆઈ કે.એ. સાવલિયાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે પુણા -અર્ચના સ્કૂલ બાપાસીતારામ સોસાયટી પાસે મેડિકલ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક ફેકલ્ટીમાં પ્રવેશ લેવા માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ પ્રવેશ ફોર્મ વખતે રજૂ કરવાની વાત જણાવી જનસેવા કેન્દ્રના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસે લાખ્ખો રૂપિયા હડપ કરી લઈને તેઅોને બોગસ ડોમીસાઈલ સર્ટીફિકેટ બનાવી પધરાવી દીધા હતા. પુણા પોલીસ મથકે એક ડોક્ટરે ફરિયાદ નોંધાવતા આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઈ કેએ સાવલિયાએ એક પછી એક આરોપીઓને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી તેઅોને લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં રાહુલને ગુજરાત હાઈકોર્ટ જામીન મુકત કર્યા બાદ પેરીટીના ગ્રાઉન્ડ પર રોહિત જસાણી તથા અજય કાછડિયાને સુરત કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY