કુખ્યાત રાજુએ માથાભારે રાકેશ પર કોયતાથી હુમલો કર્યો : રાજુને પોલીસે શોધી કાઢ્યો

0
5

સુરત, તા. ૨
ડીંડોલી વિસ્તારના સી.આર. પાટીલ નગર અને શિવ લક્ષ્મીનગરમાં ભાઈગીરી પુરનારા રાજુ અને રાકેશની ગેîગ વચ્ચે ગત સાંજે ચાકુ, તલવાર અને કોયતાથી જીવલેણ હુમલો થયો હતો. રાકેશ ગંભીર રીતે ઘવાતા સિવિલમાં દાખલ છે. જ્યારે પોલીસે રાજુની અટકાયત કરી છે.
ડીંડોલી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ભાઈગીરી કરનાર રાજુ અને રાકેશની ગેîગ વચ્ચે ગતરોજ નવા વર્ષના પ્રથમ દિવસે જ જીવલેણ હુમલો થયો હતો. અગાઉ પોતાના સાગરીતને મારવા બાબતની અદાવત રાખી રાજુ અને રાકેશ ગત સાંજે સાતેક વાગ્યાના સુમારે મીડલ રિંગરોડ બીઆરટીએસ રૂટ પર સી.આર. પાટીલ નગર નજીક જાહેર શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં ભેગા થયા હતા. રાજુ અને રાકેશના સાગરીતો પણ હાજર હોવાથી બંને જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝઘડો થતા જીવલેણ હથિયારોથી હુમલો થયો હતો. રાજુ દ્વારા કોયતાથી હુમલો કરવામાં આવતા રાકેશ ગંભીર રીતે ઘવાયો હતો. જેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરી સારવાર અપાઈ રહી છે. બનાવની જાણ થતા જ પોલીસે ગેîગવોર વધુ ન ભડકે તે માટે આરોપી રાજુની અટકાયત કરી છે. બંનેના સાગરીતો નાસી છુટ્યા છે. ડીંડોલી પીએસઆઈ સોલંકી દ્વારા ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY