જાળવામાં યુવક પર થયેલા હુમલા અંગે પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૦
જાળવા જીઆઈડીસી સીનાટેક્ષ મિલ તરફ જવાના રસ્તા પર મોબાઈલ ફોન ચોરીનો વહેમ રાખી એક યુવક પર લાકડાના ફટકા વડે માર મારી ડાબા હાથે ફેક્ચર કરી મારી નાંખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહાર રાજ્યના છપરા જિલ્લાના વતની અને હાલમાં જાળવા ગામના જીતુભાઈ લંગડાની ચાલમાં રહેતા સંજીતકુમાર ક્રિષ્ણાપ્રસાદ કુસ્વાહા પર મોબાઈલ ફોન ચોરીનો વહેમ રાખી આરોપી અજય રમાકાન્ત ગુપ્તાએ લાકડાના ફટકા મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર તઈ ગયો હતો. માથા તેમજ હાથ પરના હુમલાનો ભોગ બનેલા સંજીતકુમારને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે આરોપી અજય ગુપ્તા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫ તથા ૫૦૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



