શાળા સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ ગાજશે
સુરત, તા.૧૦
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આચાર સંહિતા ઊઠતા મળનારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભા તોફાની બનશે. કોંગ્રેસના સભ્યો નટુ પટેલ, શફીભાઈ જરીવાલા, સુરેશ સુહાગિયા આજે સામાન્ય સભાની બેઠકમાં શાસક પક્ષ અને વહીવટી તંત્રને ભીંસમાં લેશે. ખાસ કરીને વિદ્યાર્થી-શિક્ષકો સહિતના ગણવેશના મુદ્દે સામાન્ય સભા તોફાની બનશે. સતત ત્રણ ત્રણ વર્ષથી એક માત્ર ઈજારદાર મહેક ઈન્ડસ્ટ્રીયલને ત્રણ ત્રણ વર્ષથી પેનલ્ટી થતી હોવા છતાં પણ આ ઈજારદારને વધુ એક વખત ઓર્ડર આપી દેવાયાના મુદ્દે કોંગ્રેસ પક્ષના સભ્યો શાસક પક્ષને ભીંસમાં લેશે. કોંગ્રેસ પક્ષના સભ્ય નટુ પટેલ, શફી જરીવાળાના જણાવ્યા મુજબ આ વિવાદાસ્પદ ઈજારદાર મહેક ઈન્ડસ્ટ્રીયલને બ્લેક લિસ્ટ કરવાને બદલે નવો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તેમજ હજુ ઘણી શાળાઓમાં ટાંકી સફાઈ થઈ નથી. તેમજ ફાયર સેફ્ટીના મુદ્દે વિપક્ષી સભ્યો આજની સામાન્ય સભાને ગજવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





