નવરાત્રિ વેકેશન રદ કરવા અંગે આફ્રિકાવાલાની રજૂઆત ફળી

0
8

દિપક આફ્રિકાવાળાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ પત્રો લખ્યા હતા
સુરત, તા.૧૦
ગુજરાતમાં શાળા-કોલેજોમાં ૧૧ દિવસનું નવરાત્રિ વેકેશન સરકારે જાહેર કરેલું. તેનો વિરોધ ભાજપનાં જ પૂર્વ સેનેટ સિન્ડીકેટ સભ્ય અને નગર સેવક દિપક આફ્રિકાવાળાએ તા.૧-૧૦-૨૦૧૮નાં રોજ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રીને કરેલો અને તેની જાણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ તા.૨-૧૦-૨૦૧૮ના રોજ કરેલી. જેના ફળસ્વરૂપે ગુજરાત સરકારે નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્મય તા.૬-૬-૨૦૧૯નાં રોજ લીધો છે. જેને કારણે તમામ શાળા કોલેજના પરીક્ષાના અને સેમેસટરના ટાઈમ ટેબલો હવે રેગ્યુલર થશે અને બધી જ મુશ્કેલીઅોનો અંત આવશે અને દિવાળી વેકેશન ફરીથી રાબેતા મુજબ મળશે. જેથી સમગ્ર વિદ્યાર્થી વાલી જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY