સાડીની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ, ૪૦ ટકા માલ બળીને ખાક

0
6

સુરત,તા.૧૦
બોમ્બે માર્કેટ પાસે આવેલી ગ્લોબલ માર્કેટમાં સાડીની દુકાનમાં આગ લાગી હતી. સાડીની દુકાનમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે દુકાનમાં રાખેલી ૪૦ ટકા જેટલી સાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી.
ગ્લોબલ માર્કેટમાં ચોથા માળે આવેલી દુકાન નંબર ૧૬૪૭માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખરાબ વાયરિંગના કારણે થયેલા શોર્ટ સર્કિટથી આગ સાડીઓમાં ફેલાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમુક વેપારીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મેઈન્ટેન્સ સ્ટાફ ન આવવાના કારણે ૩૦થી ૪૦ ટકા માલ બળીને ખાક થઈ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY