લંડન,તા.૨૪
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર ફરી એકવાર વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કર્યો આ વખતે તેઓએ વડાપ્રધાન મોદીની વિદેશી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. લંડન સ્થિત થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી માટે ડોકલામ વિવાદ એક ઇવેન્ટ છે.
ગાંધીએ કહ્યું કે ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. તે એક પછી એક અનેક ઘટનાઓનો હિસ્સો હતો. તે એક પ્રક્રિયા હતી. વડાપ્રધાન ડોકલામને માત્ર એક ઇવેન્ટ તરીકે જાવે છે. જા તેઓએ ધ્યાનથી સમગ્ર પ્રક્રિયા જાઈ હોત તો તેને રોકી શકતા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે એ હકિકત છે કે ડોકલામમાં આજે પણ ચીનના સૈનિકો ઉપસ્થિત છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ પાકિસ્તાનને લઈને પણ મોદી પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, પાકિસ્તાનને લઈને પીએમ પાસે કોઈ ઊંડાણથી વિચારેલી રણનીતિ નથી. પાકિસ્તાનની સાથે વાતચીત કરવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ત્યાં કોઈ એવી સંસ્થા નથી, જે સર્વોચ્ચ હોય. આપણે ત્યાં સુધી રાહ જાઈશું, જ્યાં સુધી તેઓ કોઈ સુસંગત માળખું નથી બનાવતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




