મુસાફરને માર મારતા એસટી બસનાં કંડકટરને સસ્પેન્ડ કરાયો

0
11

સુરત,તા.૧૦
એસટી બસના કંડક્ટર મુસાફરને અપશબ્દો બોલીને માર મારી રહ્યાનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સુરત એસટી વિભાગે આ કંડક્ટર ક્્યાનો છે અને કેમ તે આ માર મારી રહ્યો છે તે અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં એસટી વિભાગ નિયામકે સુરતના કંડક્ટર એચ.આર મોદીને સસ્પેન્ડ કર્યો છે.
એસટી વિભાગ થોડા થોડા દિવસે કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. વાઈરલ થયેલા વીડિયોમાં બસ કંડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી થઇ હતી. જે બાદ કંડક્ટરે આધેડ વયના મુસાફરને માર માર્યો હતો. તેની સાથે અભદ્ર શબ્દો પણ બોલ્યો હતો.મુસાફરી કરી રહેલી મહિલાઓ પણ કંડક્ટરને સમજાવ્યો હતો. આસપાસનાં મુસાફરોએ પણ અભદ્ર શબ્દો ન બોલવા અને મુસાફરોને ન મારવા કંડક્ટરને સમજાવ્યો હતો. પરંતુ તે માની જ રહ્યો ન હતો. અને બસમાં સવાર મુસાફરોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. જેથી એસટી વિભાગે આ વીડિયોમાં દેખાતા કંડક્ટર સામે કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યાં હતા. અને આજે સુરત એસટી વિભાગ નિયામક દ્વારા કંડક્ટર એચ.આર. મોદીને સ્સપેન્ડ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY