સુંદર પુંસરી ગામની આજે ૬૦ દેશોના પ્રતિનિધિઓ મુલાકાત કરશે

0
9

સાબરકાંઠા,તા.૨૯
સાબરકાંઠા જીલ્લામાં પુંસરી અને દરામલી એમ બંને ગામો સુંદર અને શ્રેષ્ઠ ગામો તરીકે ઓળખ ધરાવે છે, દેશના શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ મેળવી ચુકેલા પુંસરી ગામની મુલાકાત ૬૦ દેશોના પ્રતિનિધીઓ મુલાકાત લેશે અને ગામની પ્રાથમિક સુવિધાઓને નિહાળશે. પુંસરી ગામની મુલાકાત લેવાના કાર્યક્રમને લઇને રાજ્ય અને જીલ્લાના ઉચ્ચઅધિકારીઓએ ગામમાં તડામાર તૈયારીઓ હાથ ધરી છે
પુંસરી ગામ એ દેશનુ શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ મેળવી ચુકવ્યું છે અને પુંસરી ગામ દેશ અને વિદેશમાં તેની આગવી ઓળખ સ્થાપી રહ્યું છે. પુંસરી ગામ ની મુલાકાતે આગામી રવિવારે એટલે કે ત્રીસમી સપ્ટેમ્બરે વિદેશી પ્રતિનીધી મંડળ મુલાકાત લેશે. પ્રતિનિધી મંડળ વિશ્વના સાંઇઠ જેટલા દેશોમાંથી ભાગ લેશે અને તેઓ પુંસરી ગામની સુવિધાઓને નિહાળશે. પુંસરીના આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા તેમજ ગામને અપાતા આરઓ વોટર પ્લાંન્ટ ની મુલાકાત લેશે આ ઉપરાંત ગામની પ્રાથમિક સુવિધાઓની પણ સમજ મેળવશે અને તેને રુબરુ નિહાળશે. આમ ગામડાના વિકાસ નો પ્રતિનિધી મંડળ અભ્યાસ કરશે. મુલાકાત લેનાર સાંઇઠ જેટલા દેશોના પ્રતિનિધીઓ માં વિદેશના બે નાયબ વડાપ્રધાન અને પ્રધાન કક્ષાના પણ અન્ય પ્રતિનિધી મહેમાનો હશે સાથે જ અન્ય ઉચ્ચ અધીકારીઓ પણ જાડાશે.પ્રતિનિધી મંડળ સાથે કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો અને ઉચ્ચ અધીકારીઓ પણ સામેલ થશે.
ઉચ્ચ કક્ષાનુ પ્રતિનિધી મંડળની મુલાકાતને લઇે વિદેશી મહેમાનોના સ્વાગત કરવા માટે પુંસરી ગામને હાલ સજાવવામાં આવી રહ્યું છે. ગામમાં અનેક પ્રકારે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ માટે રાજ્ય અને જીલ્લાના ઉચ્ચ અધીકારીઓ એ પણ નિયમીત મુલાકાત લઇને તૈયારીઓને ઓપ આપવાના પ્રયાસ શરુ કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY