શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે ટ્રાફિક પોલીસ અને આરટીઓની ડ્રાઈવ શરૂ

0
5

અનફીટ સ્કૂલ વાન-ઓટોને જપ્ત કરવાની કાર્યવાહીથી સ્કૂલ સંચાલકો – વાલીઓ દોડતા થયા
સુરત, તા. ૧૧
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે શાળાઓમાં સ્કૂલવાન-ઓટોની ધમધમાટ શરૂ થઈ છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા શાળાઓમાં સ્પેશિયલ ડ્રાઈવર કરીને અનફીટ વાન અને ઓટો કબજે લેવાની કાર્યવાહીક રતા સ્કૂલ સંચાલકો અને વાલીઓ દોડતા થઈ ગયા છે.
તાજેતરમાં શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સ઼સ્થાઓના ટેરેસ પરથી ગેરકાયદે ડોમ-પતરા, શેડનું સ્ટ્રકચર ઉતારવાની કામગીરી શરૂ કરી છે.ત ક્ષશિલા આર્કેડના ચોથા માળે ગેરકાયદે આગના બનાવમાં ૨૨ માસૂમ બાળકોના મોત બાદ શહેરમાં બાળકોની સુરક્ષા માટે સવાલો ઉઠી રહ્ના છે. ગતરોજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. શહેરમાં અનફીટ સ્કૂલ વાન-ઓટો માસૂમ બાળકો માટે જીવતા બોમ્બ સમાન છે તક્ષશિલા આગ દુર્ઘટના બાદ પાલિકા, ડીજીવીસીએલ અને ફાયરના કર્મચારીઓ પર થયેલ કામગીરીથી ચેતી જઈને સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સ્કૂલોમાં જઈને વાન-ઓટોની ફિટનેસ ચેકી કરી અનફિટ વાહનો જપ્ત કરવાની કામગીરીછ હાથ ધરી છે. આજે સવારે સ્કૂલ વેન-ઓટોમાં સ્કૂલે ગયેલ બાળકો બપોરે છુટયા ત્યારે તેમના વાહનો જપ્ત થઈ જતા સ્કૂલ સંચાલકો અને વાલીઓ દોડતા થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા નિયત સંખ્યા કરતા વધુ બાળકો બેસાડનાર ઓટો અને વેનને મેમો આપી વાહન જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે.
સમગ્ર શહેરમાં તબક્કાવાર રીતે ટ્રાફિક પોલીસ અને આરટીઓ અભિયાન ચલાવશે આજે ઉધના વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવર કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY