કાપોદ્રા અને ખટોદરા વિસ્તારનો બનાવ
સુરત, તા. ૧૨
લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર શરીર સુખ માણનારા યુવકો સામે બે પોલીસ સ્ટેશને ફરિયાદ થઈ હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા નિલમબાગ સોસાયટીમાં રહેતો ગૌરવ ઉર્ફે ગોપાલ બાબુભાઈ ત્રાપસિયાએ ફરિયાદી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ સોસાયટી લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદી સાથે આરોપી ગૌરવએ લગ્ન કરવાને બદલે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી. તેમજ સગાઈ તોડવાની કોશિષ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં યુપીનો વતની સૂર્યપ્રકશ અશોક પટેલે ફરિયાદી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



