સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ
સુરત, તા. ૧૨
શહેરમાં ચોરીના બનેલા ત્રણ બનાવમાં રૂપિયા ૧૧.૧૩ લાખની મતા ચોરાઈહતી.
પ્રથમ બનાવમાં સારોલી-પુણા હરિઓમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનાની ઓફિસમાંથી એક અજાણ્યો વ્યકિત રોકડા રૂ. ૯.૫૦ લાખ ચોરી ગયો હતો. કારખાનાના માલિક હર્ષદ ભીખાભાઈ સોનીગ્રાએ પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં પુણા સીતારામ સોસાયટી ઘર નં. એ/૨૬૨માંથી અજાણ્યો વ્યકિત સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૧,૩૭,૫૦૦ની મતા ચોરી કરી ગયો હતો. ઘર માલિક જીતુભાઈ હીરાભાઈ રાઠોડે પૂણા પોલીસ સ્ટેશનેડ ફરિયાદ નોંધાવી હતી. ત્રીજા બનાવવામાં વેડરોડ નગર ઘર નં. એ/૩૬માં રૂપિયાથી અજાણ્યો વ્યકિત ત્રણ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૨૬,૦૦૦ની મતા ચોરી ગયો હતો. બનાવ અંગે હિતેષ બાબુ પટેલે કતારગામ પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



