અમદાવાદ,તા.૧૨
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ચીલઝડપનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મંગળવારે શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા મિલન દોશી પોતાની ઓફિસથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બંટી-બબલીએ રૂ. ૬ લાખના રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં નવી મોડસ ઓપરેન્ડી હોવાનું સામે આવ્યું છે. કારણ કે અત્યાર સુધી ચીલઝડપના કેસમાં પુરુષોની જ સંડોવણી હતી, આ કેસમાં આરોપીઓમાં એક મહિલા પણ સામેલ છે.
મહિલા અને પુરુષ આરોપઓએ પહેલા ફરિયાદી મિલન દોશીને સમર્પણ ચાર રસ્તા પાસે અટકાવ્યા હતા. ફરિયાદીએ મિલન દોષીને કહ્યું હતું કે તમે તમે અકસ્માત કર્યો છે. તેમ કહીને તેમને કારમાંથી નીચે ઉતારીને તેમની સાથે માથાકૂટ કરી હતી. આ સમય દરમિયાન મહિલા આરોપી કારમાં પડેલો પૈસાનો થેલો લઈ ને ફરાર થઇ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા ફરિયાદી મિલન દોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા આસપાસના સીસીટીવી ફૂટેજ પરથી બાઇક પર એક પુરુષ અને મહિલા જઈ રહ્યાનું જોવા મળ્યું હતું. નવરંગપુરા પોલીસે બાઈક નંબરના આધારે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



