સુરત,તા.૧૨
સચિન શ્રમ વિસ્તારમાં ૧૩ વર્ષની કિશોરીને તેના પડોશમાં ૧૫ વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ રાખતા ૩ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આ હકીકતો કિશોરીના પરિવારને ખબર પડતા તેઓ કિશોરના પરિવારજનોએ વાત કરી હતી.
જેથી કિશોરના કાકા-કાકીએ ઊંમર થાય એટલે બન્ને લગ્નની કરાવી દેવાની વાત કરી હતી. જાકે, થોડા મહિના પછી કિશોરે લગ્ન કરવાનો ઈનકાર કરી દેતા મામલો સચિન જીઆઈડીસી પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદ લઈને ૧૫ વર્ષના કિશોર, તેના કાકા અને કાકી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



