કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું
સુરત, તા.૨
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સપનાને મૂર્તિમંત કરવા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા બાયફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ ખેડૂતો સાથે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જુવાર સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેતી વિશે માહિતી આપી હતી.
ખેડૂતો આધુનિક ટેકનોલજીયુકત ખેતી તથા નફાકારક પશુપાલન કરતા થાય તે માટે કે.વી.કે.ના શ્રી પરમારે માહિતી આપી હતી. બાયફના ડો.અમોલ વાઘે પશુઓના વંધ્યત્વ નિવારણ, અર્લી પ્રેગનન્સી ડાયગ્નોસીસ અને સોરટેડ સિમેનના ફાયદા પશુપાલકોને સમજાવ્યા હતા. મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.ભરત દાવડાએ ઘાસચારામાં જુવારની ખેતી અને પશુઓને જુવાર ખવડાવવાના ફાયદાઓ અંગેની વિસ્તૃત સમજ આપી હતી.
ચાસવડના કે.વી.કે.ના ડો.દેવેન્દ્ર મોદી દ્વારા બાગાયત અને શાકભાજીની ખેતીમાં ધ્યાન રાખવાની વિગતો તેમજ જનકસિંહ રાઠોડે ખેડુતલક્ષી યોજનાઓની વિગતો આપી હતી. આ પ્રસંગે જુનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ, અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ હેમજીભાઈ પટેલ, બાયફના ડી.કે.પટેલ, એસ.વી.દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



