ડાંગ જિલ્લા પંચાયતના બે કર્મીઓ સેવાનિવૃત્ત થતા વિદાયમાન અપાયું

0
212

દિર્ધકાલીન નિષ્ઠા પૂર્વકની સેવા બદલ સન્માન
આહવા, તા.૨
ડાંગ જિલ્લા પંચાયતના બે કર્મચારીઓ ગત તા.૩૧મી ડીસેમ્બર, ૨૦૧૮નાં રોજ વયનિવૃત્ત થતા તેમને ભાવભર્યુ વિદાયમાન અપાયુ હતું.
ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા શ્રી જીતેન્દ્ર રમણીકલાલ શાહ છેલ્લા ૩૮ વર્ષથી ડાંગ જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવીને વયનિવૃત્ત થયા છે. શ્રી શાહે સને ૧૯૮૧થી જિલ્લા પંચાયતમાં વિકાસ ઘટક, આઇ.સી.ડી.એસ., તાલુકા પંચાયત, આરોગ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બાંધકામ, તથા શિક્ષણ શાખામાં તેમની સેવાઓ બજાવી હતી. જ્યારે તાલુકા આરોગ્ય કચેરીના ફીમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે સેવા બજાવીને વયનિવૃત્ત થયેલા શ્રીમતી સોનીબેન ભોયેને, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી મનીષાબેન ગાંગુર્ડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ટી.આર.અસારી, કાર્યપાલક ઇજનેર શ્રી જી.એ.પટેલ, હિસાબી અધિકારી શ્રી આર.બી.ચૌધરી, ખેતીવાડી અધિકારી શ્રી સુનિલ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવાર સહિત વિવિધ શાખાના કર્મચારીઓ વિગેરે મહાનુભાવોના હસ્તે નિવૃત્તિ વિદયામાન અપાયુ હતુ. ઉલ્લેખનિય છે કે શ્રીમતી સોનીબેન ભોયેએ ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં સને ૧૯૮૪માં ફીમેલ હેલ્થ વર્કર તરીકે ગાઢવી ગામેથી તેમની સેવાની શરૂઆત કરી હતી. ત્યાર જિલ્લાના ચિંચલી ખાતે, અને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે બઢતી મળતા પ્રથમ ગારખડી, અને ત્યાર બાદ પીપલદહાડ, તથા ગાઢવી ખાતે તેમની સેવાઓ બજાવી હતી. તેમણે કુલ ૩૪ વર્ષ ઉપરાંત સેવા બજાવી હતી.
મહાનુભાવોએ નિવૃત્તિ લઇ રહેલા કર્મચારીઓની સેવાને બિરદાવી તેમનુ નિવૃત્ત જીવન તંદુરસ્ત, સુખમય અને નિરોગી રહે તેવી શુભકામના પાઠવી હતી. શાલ, શ્રીફળ અને સુકન સાથે વિદાઇ લઇ રહેલા આ કર્મચારીઓએ તેમની સેવાઓ દરમિયાનના સંસ્મરણો વાગોળી, કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિદાય સમારંભના કાર્યઆયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અંગત મદદનીશ શ્રી કિરીટ પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY