ધર્મ પરિવર્તન કરાવી લગ્ન બાદ પત્ની પર ત્રાસ ગુજારતા પતિ વિરુદ્ધ ફરિયાદ

0
32

સુરત,તા.૩
સુરતના રાંદેરની પારસી શિક્ષિકાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી લગ્ન બાદ પતિએ ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. તેણીની ગેરહાજરીમાં માસૂમ પુત્રીને પણ મારઝૂડ કરતા પતિના અત્યાચારથી કંટાળી જઇ પીડિત પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે રાંદેર ખાતેની હસીન મંજિલમાં રહેતા જાવેદ ઇકબાલ હમદ ઝેરિયાર સાથે પારસી યુવતીના પ્રેમસંબંધ બંધાયા હતા. જાવેદે પારસી યુવતી સાથે લગ્નનો વાયદો તો કર્યો પરંતુ સાથે સાથે પારસી યુવતીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની શરત પણ મુકી હતી.
ઇમોશનલ બ્લેકમેઇલ કરીને યુવતી પાસે ઇસ્લામ અંગીકાર કરાવી જાવેદે વર્ષ ૨૦૧૨માં તેની સાથે લગ્ન કર્યા હતા. જાકે, લગ્નના એક માસમાં જ જાવેદનું વર્તન સાવ બદલાઇ ગયું હતું. જાણે ઇસ્લામ અંગીકાર અને લગ્ન જ ઇરાદો હોય એમ જાવેદે કોઇપણ વાતે ભૂલો કાઢી તેણીને મેણાંટોળા મારી ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.
નાની નાની વાતમાં ઝઘડો કરી પરિવારના સભ્યોને અપશબ્દો બોલી તેણીને મારઝૂડ કરવામાં આવતી હતી. આવી સ્થિતિ વચ્ચે વર્ષ ૨૦૧૩માં તેમીએ પુત્રીને જન્મ આપ્યો હતો. સંતાન થતાંજ બધુ સમુસુતરું થઇ જશે એવી તેણીની આશા પણ ઠગારી નિવડી હતી.
પુત્રીના જન્મ પછી પણ જાવેદના સ્વભાવમાં કોઇ ફેર પડ્યો ન્હોતો. જાવેદ તેણી પર ખોટો શક કરવામાં આવતો હતો. મુંબઇમાં રહેતા પરિવાર સાથે પણ વાત કરવા દેતો ન્હોતો. સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પીડિતાએ હારી થાકીને પોલીસમાં ફરિયાદ આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY