રાજકોટ,તા.૩
રાજ્યમાં મહિલાઓ સલામત હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. મહિલાઓ સહિત બાળકીઓ પણ હવસખોરોનો ભોગ બની રહી છે. ત્યારે રાજકોટમાં ૯ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાનુ સામે આવ્યુ છે.
અજાણ્યા યુવકે બાળકી સાથે અડપલા કરતા કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આણંદપર પ્રાથમિક શાળા નજીક આવવારૂ ઓરડીમાં લઇ જઇ અડપલા કર્યા છે.
બાળકી શાળાએથી ઘરે જઇ રહી હતી તે સમયે આ ઘટના બની છે. જા કે બાળકી તાબે ન થતા યુવક ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસ ફરિયાદને પગલે આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




