સુરતમાં મુખ્યમંત્રી આજે કેબલ સ્ટેઈડ બ્રિજને ખૂલ્લો મૂકશે

0
7

સુરત,તા.૧
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા. ૨જી ઓક્ટોબર-ગાંધી જયંતિના દિવસે સુરતમાં નવનિર્મિત રાજ્યના સૌ-પ્રથમ કેબલ સ્ટેઈડ બ્રિજને ખૂલ્લો મૂકશે. મુખ્યમંત્રી અઠવા અને અડાજણ વિસ્તારને જાડતા રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે સાકારિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય’ કેબલ સ્ટેઈડ બ્રિજના લોકાર્પણની સાથોસાથ સુરત મહાનગરપાલિકાના રૂ.૬૮૧.૫૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત સમારોહમાં લોકાર્પિત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ કરશે.
મુખ્યમંત્રી કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બ્રિજના અડાજણ તરફના છેડે સિટી બસ, ફાયરના વાહનો અને સાધનોને ફ્લેગ ઓફ, બ્રિજના અડાજણ તરફના છેડે સાંસદ મતી દર્શનાબેન જરદોશની ગ્રાંટમાંથી ફાળવવામાં આવેલી શબવાહિનીને ફલેગ ઓફ આપશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ૨જી ઓક્ટો.-ગાંધી જયંતિ દિને સુરતવાસીઓને નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ અને કરોડોના વિકાસકામોની ભેટ ધરશે. તેઓ રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે નિર્મિત કેબલ સ્ટેઈડ બ્રિજ સહિત કુલ રૂ.૨૯૧.૭૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસકામોનું ખાતમૂહુર્ત કરશે, જેમાં ટ્રાફિક સેલ દ્વારા રૂ.૮૦ કરોડના ખર્ચે પ્રથમ ચરણમાં ૧૦૦ સિટી બસ અને બીજા ચરણમાં ૨૦૦ સિટી બસની સેવા ઉપલબ્ધિનું કામ તેમજ બ્રિજ સેલના રૂ.૩૦.૯૧ કરોડના ખર્ચે સુરત- ડુમસ જતાં માર્ગ પર નવી કોર્ટ બિલ્ડીંગ જંકશન પર
ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY