હીરાની ઓફિસમાં તસ્કરોનો હાથફેરો, ઘટના સીસીટીવીમાં કેદ

0
11

સુરત,તા.૪
વરાછા રોડ વિસ્તારના ભરતનગર સોસાયટીના હીરાની ઓફિસમાંથી તસ્કરો કાચા હીરા ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જાકે ઘટનાની જાણ બાદ વરાછા પોલીસે સીસીટીવી આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઓફિસનું તાળું તોડી કાચા હીરાની ચોરી કરનાર ઇસમની સીસીટીવીમાં કેદ થઈ જતા પોલોસે તેની શોધખોળ હાથ ધરી છે.
ઘનશ્યામભાઈ દેવચંદ રંગાણી (વેપારી)એ જણાવ્યું હતું કે, તેઓ મૂળ અમરેલીના રહેવાસી છે અને સુરતમાં સરથાણા નજીક ભૂમિપાર્ક સોસાયટીમાં રહે છે. વરાછા ભરતનગરમાં તેમની ડાયમંડના જાબવર્કની ઓફીસ છે. જ્યાં ૯ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ કોઈ અજાણ્યો ઇસમ તેમની ઓફિસના દરવાજાની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. તેમજ ઓફિસના ટેબલમાંથી રૂપિયા ૯૦ હજારના કાચા હીરા કાઢી ભાગી જતો હોવાનું પણ કેમેરામાં કેદ થઈ ગયું છે. જાકે, ઘટનાની ફરિયાદ ૨૫ દિવસ બાદ નોંધાવનાર ઘનશ્યામભાઈએ કોઈ કારણ સર આગળની વિગત જણાવી ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY