ઇમરાન ખાન તમારો હોદ્દો માત્ર એક કઠપૂતળીથી વધારે કાંઇ નથી : મરિયમ

0
7

ઇસ્લામાબાદ,તા.૨૯
જેલમાં બંધ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની દિકરી મરિયમે મંગળવારે ઈમરાન ખાન પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતનાં વડાપ્રધાન મોદી આપણા પાકિસ્તાનીને સરખો દરજ્જો નથી આપતા અને સન્માન નથી આપતા. તેમણે આગળ કહ્યું કે ફેબ્રુઆરીમાં પણ મોદીએ ઈમરાનનો ફોન નહોતો ઉપાડ્યો. ઉલ્લેખનીય છે કે ૧૯૯૮માં ઈમરાને કહ્યું હતું કે મોદીએ ફોન નહોતો ઉપાડ્યો. એ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનીનો ગરવામો વધ્યો હતો.
શકિતશાળી સેનાનો ઉલ્લેખ કરતા મરિયમ કહે છે કે, મોદી અને દુનિયાનાં બીજા અધ્યક્ષો પણ કેમ ઈમરાનને સન્માન નથી આપતા. કારણ કે એ બધા જાણે છે કે તમે કોઈનાં મતો ચોરીને સત્તામાં આવ્યાં છો. તમે કોઈનાં ઈશારે કામ કરનાર માણસ છો.
તેમણે તમામ હદ વટાવતા છેલ્લે કહ્યું કે ઈમરાન ખાન, તમારો હોદો માત્ર એક કઠપુતળી જેટલો જ છે એનાથી વધારે કંઈ નથી. દુનિયામાં તમારૂ કોઈ જ સન્માન નથી. મરિયમે પોતાનાં પપ્પાનાં વખાણ કરતા કહ્યું કે, શરીફને મોદીનાં મિત્ર ગણવામાં આવતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY