હત્યા કરી ભાગી ગયેલા હત્યારાને શોધતી પોલીસ
સુરત, તા. ૫
પલસાણા સ્થિત એક મિલના કમ્પાઉન્ડમાં સુતેલા એક કામદારની ગતરાત્રે કોઈ અજાણ્યાએ માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી પલાયન થઈ ગયો હતો. હત્યાના બનાવની જાણ કરાતા દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ચફલા ગામ તાલુકા લાલગંજ જિલ્લા મિર્ઝાપુર ઉત્તર પ્રદેશના વતની બન્ïને હાલ પલસાણા ખાતે વિરદેવ મિલમાં કામ કરતા બુધ્ધિબલ શિવકુમાર ગૌતમ (ઉ.વ. ૩૫) રાત્રિ સમયે મિલના કમ્પાઉન્ડમાં સુતા હતા. દરમિયાન તેમની કોઈ અજાણ્યાએ માથાના ભાગે કુહાડી મારી ગંભીર ઈજા પહોîચાડી હત્યા કરી નાસી ગયા હતો. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે અને હત્યારાને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે, પરંતુ હત્યારો પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળેલ છે.
પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા મિલમાં કામ કરતા અને હત્યાનો ભોગ બનેલા બુધ્ધિબલ ગૌતમના સહયોગી કારીગરોની પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



