વડોદરા,તા.૫
અલકાપુરીમાં બપોરે ૩-૩૦ વાગ્યાના અરસામાં બીએમડબલ્યુને ચાલકે પુર ઝડપે હંકારી એક પછી એક બે ટુ-વ્હિલર અને કારને અડફેટે લીધા હતો. જેમાં એક મોપેડ આખી કારમાં અંદર ઘુસી ગઇ હતી. ટુ-વ્હિલર પર સવાર મહિલાને રિતસરને હવામાં ઉલાળી હતી. આ અકસ્માતમાં એક યુવક અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ૧૦૮માં સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. મહેસાણાનું પાર્કિંગવાળી કાર સમીર નામના કોઈ વ્યક્તિની છે.
અલકાપુરીની એમ.કે હાઇસ્કૂલ પાસેનો રોડ સિંગલ પટ્ટી અંતરિયાળ રોડ પર વાહનોની સ્પીડ ખુબ જ સામાન્ય હોય છે. તેમાં બીએમડબલ્યુ કારે બે વાહનોને અથડાયા બાદ ધડાકાભેર રસ્તા પરના થાંભલાને ટકરાઈ હતી. અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળા એકત્ર થતાં ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા એક યુવક અને મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવારાર્થે ખસેડાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




