ભરૂચ રેલવે સ્ટેશન પરથી સુરતની યુવાન પરિણીતા ગુમ

0
9

૧૯ વર્ષીય મુસ્કાન ઉધનાથી ભરૂચ ગઈ હતી
સુરત, તા.૫
લીંબાયતના મહાપ્રભુનગર ખાતે રહેતી ૧૯ વર્ષીય પુત્રીને ભરૂચના વાગરા ખાતે સાસરે મુકવા જતી વખતે પુત્રી મુસકાન ભરૂચ રેલવેï સ્ટેશન ખાતેથી અચાનક ગુમ થઈ જતા તેના ગુમ થવાની જાણ પોલીસ મથકે કરવામાં આવી રહી છે.
ગત ૨૫મી ડિસેમ્બરના રોજ ૧૯ વર્ષીય મુસ્કાન સાનિયાબેન સાથે ઉધનાથી ભરચ જવા માટે વલસાડ -વીરમગામ પેસેન્જર ટ્રેનમાં રવાના થઈ હતી. મુસ્કાન ઉ.વ.૧૯ના લગ્ન ભરૂચના વાગરા ખાતે થયા હોવાથી તેણીને સાસરે મુકવા માટે જતા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતર્યા બાદ મુસ્કાન ક્યાંય દેખાઈ ન હતી. તેણીની સઘન શોધખોળ કરવામાં આવી છતાં કોઈ ભાળ મળી નથી. ભરૂચ રેલવે સ્ટેશન, ઉધના રેલવે સ્ટેશન, મહાપ્રભુનગર અને સાસરે વાગરામાં તપાસ કરી છતાં મુસ્કાનની કોઈ ખબર ન મળતા તેના ગુમ થવાની જાણ માતા દ્વારા પોલીસ મથકે કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY