સુરત,તા.૬
ભરીમાતા રોડ પર લુમ્સના કારખાના વચ્ચે નાખેલા વેસ્ટેજ માં આગ ભભૂકી ઉઠ્યા બાદ આગ ફેલાઈ ને કારખાનામાં પણ પ્રસરી ગઈ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી.
ફાયર બ્રિગેડ ના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેડરોડ ભરીમાતા રોડ રોયલ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલા બે લુમ્સના કારખાનામાં વચ્ચે નાખેલો વેસ્ટિજ માં આજે વહેલી સવારે અચાનક કોઈક રીતે આગ ભભૂકી ઉઠી હતી બાદ મા આગ ફેલાતા બાજુમાં આવેલ સંચા ખાતામાં કારખાનામાં પ્રસરી ગઇ હતી.
જાતજાતામાં આગ વકરતા આજુબાજુના લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી કારખાનામાં પાછળની તરફ મુકેલો ગ્રે કાપડનો જથ્થો આગની લપેટમાં આવી જતા ૫૦ જેટલા કાપડના તાકા સળગી ઊઠયા હતા. બનાવની જાણ થતા ફાયર ઓફિસર હિતેશ ઠાકોર અને ફાયર જવાનોઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યાં મુગલીસરા અનેક ગામની ગાડીઓ ધસી ગઈ હતી અને પાણીનો છંટકાવ કરતા અડધો કલાક માં આગ પર કાબુ મેળવ્યો હતો આગ કારખાનાના પ્રસરે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કાપડનો જથ્થો સિલાઈ મશીન તેમજ વાયરીંગ સહિતનો સામાન નુકસાન થયું હતું આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



