યૌન શોષણના આરોપમાં ૧૩ સિનીયર અધિકારીઓ પણ સામેલ ગૂગલે જાતીય સતામણીના આરોપસર ૪૮ કર્મચારીઓને હાંકી કાઢ્યા

0
410

ન્યૂયોર્ક,તા.૨૬
ગૂગલએ પોતાના ૧૩ ઉચ્ચ અધિકારીઓ સહિત ૪૮ કર્મચારીઓને યૌન શોષણના આરોપમાં બહારનો દરવાજા બતાવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાહેર કરવામાં આવેલા એક પત્રમાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આવા અયોગ્ય વર્તન માટે કંપની ‘આકરા’ પગલાં લઈ રહી છે. પત્ર અનુસાર વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધી ૪૮ લોકોને કંપનીમાંથી જાતિય સતામણીના આરોપસર કાઢી મૂકવામાં આવ્યા છે.
કંપની તરફથી જાહેર કરવામાં આવેલો પત્ર અમેરિક વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સના ના એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્ય આચરણનો સામનો કરી રહેલા એન્ડ્રોઇડ ક્રિએટર રુબિનને કંપનીમાંથી કાઢી મૂકવા માટે ૯૦ મિલિયન ડોલર (૬.૫૯ અબજ રૂપિયા) આપ્યા હતા.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે રૂબિનના પ્રવક્તાએ આ આરોપનો નકારી કાઢ્યા હતા. પ્રવક્તા સેમ સિંગરે કહ્યું કે રુબિને વર્ષ ૨૦૦૪માં એક કેપિટલ પેઢી પ્લેગ્રાઉન્ડ લોંચ કરવા માટે ગૂગલને છોડવાનો નિર્ણય લીધો હતો.
પિચાઇના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સુરક્ષિત અને સમાન વાતાવરણ પૂરું પાડવા માટે ખૂબ ગંભીર છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “અમે તમને આશ્વાસન આપવા માંગીએ છીએ કે યૌન ઉત્પીડન કે અયોગ્ય વર્તન અંગે મળેલી દરેક ફરિયાદને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ. પિચાઇએ એવું પણ કહ્યું કે કંપનીમાંથી હાંકી કાઢવામાં આવનાર તમામ કર્મચારીઓને એક્ઝિટ પેકેજ નહીં આપવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY